શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ પ્રમુખ શ્રી નુ નિવેદન

કોળી પટેલ સમાજના અગ્રણીઓ પરસ્પર સંકલન સાધી એકબીજા સાથે પરિચય કેળવે એકબીજાની નજીક આવે પરસ્પર સહાયવ્રુતિ કેળવે સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પ્રગતિના સોપાનો સર કરે તે માટે ઇન્ટરનેટના માધ્યમથી પરિચિત બને. તમારા - સૌના વિચારોનુ જ્ઞાનનુ આદાન પ્રદાન કરીએ સમાજની તમામ પ્રકારની માહિતીથી સૌ વાકેફ બને - સૌને ઉપયોગી માહિતી ઉપલબ્ધ બને તો આપણો આ શુભ આશય સાથૅક બનશે અને સમાજ હિતના કાર્યથી સંતોષ અને ગૌરવ પ્રાપ્ત થશે
" સમાજનો એક વ્યક્તિ પ્રગતિ કરશે તો સમાજ ના સો વ્યક્તિ ને પ્રગતિ ના પંથે લઈ જશે "

         પ્રમુખ
શ્રી ભરતભાઈ પટેલ
(પારનેરા પારડી)


Family Members Login

Please update your Family information.
We are in process of having database of "VALSAD KOLI PATEL SAMAJ Online Directory".

About Us


કોળી પટેલ સમાજ, માનવ ઇતિહાસમાં પ્રાચીનકાળથી પોતાનું અસ્તિત્વ ધરાવતો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તે પોતાની બહોળી વસ્તી ધરાવે છે. આમ તે દક્ષિણ ગુજરાતમાં જ નહિ પરંતુ સમસ્ત ગુજરાતના ખૂણે ખૂણે અને એટલું જ નહિ, સમગ્ર દેશમાં તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વિસ્તરીને વસેલ છે. અન્ય સમાજની તુલનામાં તે શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક તેમજ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધી આત્મનિર્ભર બનતો રહ્યો છે. આમ સમાજમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, પ્રોફેસર્સ, શિક્ષકો તેમજ ટેકનિશ્યનોથી વધુને વધુ વિભુષિત બનતો જાય છે. કોળી પટેલ સમાજ દ્વારા શક્ય પ્રવૃતિ જેમકે મેરેજબ્યુરો, સમુહ લગ્નો ગોઠવવા, યુવાવર્ગને જોડવા માટે રમતગમતની પ્રવૃત્તિઓ કરવી, મહિલા મંડળ તરફથી મહિલા વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવી, સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, કૌટુંબિક ન્યાયમંદિર ચલાવવા વિગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા વર્ષ 2013-2014 દરમ્યાન આયોજનમાં લેવાના સમાજ માટે ના કાર્યક્રમ ની રૂપરેખા

Managing Committee

Members of the Managing Committee of Patel Samaj, Valsad 2011 – 2014 are as follows:
શ્રી ભરતભાઈ કીકુભાઈ પટેલ
(પારનેરા પારડી) 
પ્રમુખ
શ્રી શશીકાંત ભીખુભાઇ પટેલ
(નનકવાડા) 
ઉપપ્રમુખ
શ્રી રામુભાઈ ફૂલચંદભાઈ પટેલ
(કુંડી) 
મંત્રી
શ્રી રોહીતભાઈ પરસોત્તમભાઈ પટેલ
(છરવાડા) 
સહમંત્રી
શ્રી ચંદુભાઈ બાવાભાઈ પટેલ
(તિથલ) 
ખજાનચી
 

View All Members >>


Contact Us

Address:
Shri Valsad Taluka Patel Samaj Pragati Mandal,
Opp. Government Colony,Tithal Road,Valsad - 396001
Gujarat, India

Tel.: +91-9428382333 ,+91-9824051187

Email: valsadkolipatel@gmail.com

Contact Us >>

Latest News & Activities

વલસાડમાં પટેલ સમાજના શેરી ગરબા યોજાયા

કોળી પટેલ સમાજ દ્રારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

રાહતદરે નોટબુક વિતરણ

ખાતમુહુર્ત વિધિ કાર્યક્રમ (શ્રી મંગુભાઈ પટેલના વરદ હસ્તે ) તારીખ : 7/5/2016 - શનિવાર

વલસાડના સમુહલગ્નમાં ગુજરાત ના CM આનંદીબેન પટેલ આપશે પાખી હાજરી

04.08.2015 : તેજસ્વી તારલાઓનું સન્માન

ચલો અભાર માનીએ માતા-પિતાનો

પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ( 104 નવદંપતી) મુખ્યાસહ્યોગી : શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ 21/04/2015

કોળી સમાજ દ્વારા શૈક્ષણિક સંમેલન 23-11-2014ને રવિવારે સવારે 9.30 કલાકે

સ્નેહમિલન કાર્યક્રમ તા. 28/10/2014 ના રોજ

Read More

Current Happenings

 • 17 એપ્રિલ 2016 વલસાડના સમુહલગ્નમાં ગુજરાત ના CM આનંદીબેન પટેલ આપશે પાખી હાજરી

  - વલસાડના સમુહલગ્નમાં ગુજરાત ના CM આનંદીબેન પટેલ આપશે પાખી હાજરી - કોળી પટેલ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન - ધારા સભ્ય ભારત પટેલ એ યોજી પત્રકાર પરિસદ તસ્વીર ;- સુભાષ ઠાકોર વલસાડ વલસાડ: વલસાડ કોળી પટેલ સમાજ મંડળ દ્વારા ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરવામાં અાવ્યું છે. આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. માટે સમુહ લગ્ન સમારંભને સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે. જુદી જુદી જ્ઞાતિઓ દ્વારા દર વર્ષે સમુહ લગ્ન યોજાતા જ રહે છે, પરંતુ વલસાડમાં સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન શરૂ થયું છે. જેમાં આ વર્ષે યોજાનારા આ લગ્ન સમારંભ અખાત્રીજ નહી, પરંતુ 17 એપ્રિલને રવિવારના રોજ ધમડાચી ગામે આવેલ પ્રસિદ્ધ વૈષ્ણવ દેવી માતાના મંદિરના પટાંગણમાં યોજવાનું આયોજન હાથ ધરાયું છે.જેના માટે તાડમાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન સમારંભ સંદર્ભે માહિતી આપતાં વલસાડના ધારાસભ્ય અને કોળી પટેલ સમાજના અગ્રણી ભરતભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દર્શનાબેન પટેલ અને કોળી પટેલ સમાજના ઉપ પ્રમુખ શશીભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, ગત વર્ષે થયેલા 104 જોડાઓના લગ્ન સમારંભ બાદ આ વર્ષે પણ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે તેમનો ટાર્ગેટ 151 જોડાનો રાખવામાં આવ્યો છે. મોટા પાયે થનારા આ લગ્ન સમારંભ માટે 27 ડિસેમ્બરના રોજ 25 જેટલા સમાજોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં લગ્નની ચર્ચા કરી હતી. જેમાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે રજીસ્ટ્રેશનની આખરી તારીખ 15 માર્ચ 2016 રાખવાનું પણ નક્કી કરાયું હતુ.વલસાડ ખાતે યોજાનારા સમુહ લગ્ન સમારંભમાં આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે એવું ધારાસભ્ય ભરતભાઇ પટલે જણાવ્યું હતુ.

 • તેજસ્વી તારલાઓનું સન્માન 04.08.2015

  તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન

 • પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ( 104 નવદંપતી) મુખ્યાસહ્યોગી : શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ 21/04/2015

  પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ( 104 નવદંપતી) મુખ્યાસહ્યોગી : શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ 21/04/2015 સ્થ્ળ : માતા વૈષ્ણોદેવી મંદિર, પીરું ફળિયા, ધમડાચી, વલસાડ -396001

 • કોળી સમાજ દ્વારા શૈક્ષણિક સંમેલન 23-11-2014ને રવિવારે સવારે 9.30 કલાકે

  વલસાડ |વલસાસાડ તાલુકા કોળી સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષિણક ક્ષેત્રે સેવા બજાવતા નિવૃત શિક્ષક સહિત સરકારી ક્ષેત્રે ફરજ બજાવતા અધિકારીઓ અને રાજય કક્ષાથી એવોર્ડ મેળવનારા શિક્ષકોનું સન્માન અને સ્વચ્છતા અભિયાન વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ 23-11-2014ને રવિવારે સવારે 9.30 કલાકે કરાશે. જેમાં ધારાસભ્ય ભરત કે. પટેલ,ઉદઘાટક.ડો.કે.સી.પટેલ,જયારે મુખ્ય મહેમાન તરીકે બીપીન બી.પટેલ,ડુંગરી, ગજાનન બી.પટેલ,ડુંગરી વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના આર પટેલ,ડો.જયંત આર પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં શૈક્ષણિક સંમેલનુ આયોજન કરાશે .જેમા સમાજનાં નિવૃત શિક્ષકો, સરકારી અધિકારીઓ, અને રાજય કક્ષાનો એવોર્ડ મેળનારા શિક્ષકો કે અધિકારીઓનું સનમાન વિધી કરાશે.તેમજ સમાજ શેક્ષિણક ક્ષેત્રે જાગૃતિ લાવવા વડા પ્રધાન નરેન્દ્રમોદીના સ્વચ્છ ભારત સ્વસથા અભિયનની જાગૃતિ લાવવા સ્નેહ સંમેલનનું આયોજન કરાશે.

 • શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ( ધારાસભ્યશ્રી વલસાડ ) ના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન તા. 28/10/2014 ના રોજ

  શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ( ધારાસભ્યશ્રી વલસાડ ) ના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન તા. 28/10/2014 ના રોજ

 • વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ ના વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ 2014

  માહિતી માટેની જાણકારી માટે સપ્રક કરવા વિનંતી. ફોન નંબર :- 02632-257772


Koli Samaj Job Opportunity


Read More >>

Our Advertisers