News & Activities


Scholarship by Maa Foundation

Posted on Jul,17,2014

Scholarship for DESERVING AND ECONOMICALLY BACKWARD students seeking Higher Education in Professional Courses .

વલસાડ કોળી પટેલ સમાજ મંડળ દ્વારા તેજસ્વી તારલાંઓનુ સન્માન

Posted on Aug,11,2014

તા. 31/08/2014 ના રોજ તેજસ્વી તારલાઓ તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન તથા શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે

સ્નેહમિલન કાર્યક્રમ તા. 28/10/2014 ના રોજ

Posted on Oct,31,2014

શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ( ધારાસભ્યશ્રી વલસાડ ) ના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન તા. 28/10/2014 ના રોજ

કોળી સમાજ દ્વારા શૈક્ષણિક સંમેલન 23-11-2014ને રવિવારે સવારે 9.30 કલાકે

Posted on Nov,18,2014

વલસાડ |વલસાસાડ તાલુકા કોળી સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષિણક ક્ષેત્રે સેવા બજાવતા નિવૃત શિક્ષક સહિત સરકારી ક્ષેત્રે ફરજ બજાવતા અધિકારીઓ અને રાજય કક્ષાથી એવોર્ડ મેળવનારા શિક્ષકોનું સન્માન અને સ્વચ્છતા અભિયાન વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ 23-11-2014ને રવિવારે સવારે 9.30 કલાકે કરાશે. જેમાં ધારાસભ્ય ભરત કે. પટેલ,ઉદઘાટક.ડો.કે.સી.પટેલ,જયારે મુખ્ય મહેમાન તરીકે બીપીન બી.પટેલ,ડુંગરી, ગજાનન બી.પટેલ,ડુંગરી વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના આર પટેલ,ડો.જયંત આર પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં શૈક્ષણિક સંમેલનુ આયોજન કરાશે .જેમા સમાજનાં નિવૃત શિક્ષકો, સરકારી અધિકારીઓ, અને રાજય કક્ષાનો એવોર્ડ મેળનારા શિક્ષકો કે અધિકારીઓનું સનમાન વિધી કરાશે.તેમજ સમાજ શેક્ષિણક ક્ષેત્રે જાગૃતિ લાવવા વડા પ્રધાન નરેન્દ્રમોદીના સ્વચ્છ ભારત સ્વસથા અભિયનની જાગૃતિ લાવવા સ્નેહ સંમેલનનું આયોજન કરાશે.

પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ( 104 નવદંપતી) મુખ્યાસહ્યોગી : શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ 21/04/2015

Posted on Apr,20,2015

પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ( 104 નવદંપતી) મુખ્યાસહ્યોગી : શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ 21/04/2015 સ્થ્ળ : માતા વૈષ્ણોદેવી મંદિર, પીરું ફળિયા, ધમડાચી, વલસાડ -396001

વલસાડના સમુહલગ્નમાં ગુજરાત ના CM આનંદીબેન પટેલ આપશે પાખી હાજરી

Posted on Jan,06,2016

- વલસાડના સમુહલગ્નમાં ગુજરાત ના CM આનંદીબેન પટેલ આપશે પાખી હાજરી - કોળી પટેલ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન વલસાડ: વલસાડ કોળી પટેલ સમાજ મંડળ દ્વારા ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરવામાં અાવ્યું છે. આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. માટે સમુહ લગ્ન સમારંભને સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે. જુદી જુદી જ્ઞાતિઓ દ્વારા દર વર્ષે સમુહ લગ્ન યોજાતા જ રહે છે, પરંતુ વલસાડમાં સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન શરૂ થયું છે. જેમાં આ વર્ષે યોજાનારા આ લગ્ન સમારંભ અખાત્રીજ નહી, પરંતુ 17 એપ્રિલને રવિવારના રોજ ધમડાચી ગામે આવેલ પ્રસિદ્ધ વૈષ્ણવ દેવી માતાના મંદિરના પટાંગણમાં યોજવાનું આયોજન હાથ ધરાયું છે.જેના માટે તાડમાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન સમારંભ સંદર્ભે માહિતી આપતાં વલસાડના ધારાસભ્ય અને કોળી પટેલ સમાજના અગ્રણી ભરતભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દર્શનાબેન પટેલ અને કોળી પટેલ સમાજના ઉપ પ્રમુખ શશીભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, ગત વર્ષે થયેલા 104 જોડાઓના લગ્ન સમારંભ બાદ આ વર્ષે પણ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે તેમનો ટાર્ગેટ 151 જોડાનો રાખવામાં આવ્યો છે. મોટા પાયે થનારા આ લગ્ન સમારંભ માટે 27 ડિસેમ્બરના રોજ 25 જેટલા સમાજોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં લગ્નની ચર્ચા કરી હતી. જેમાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે રજીસ્ટ્રેશનની આખરી તારીખ 15 માર્ચ 2016 રાખવાનું પણ નક્કી કરાયું હતુ.વલસાડ ખાતે યોજાનારા સમુહ લગ્ન સમારંભમાં આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે એવું ધારાસભ્ય ભરતભાઇ પટલે જણાવ્યું હતુ.

વલસાડમાં પટેલ સમાજના શેરી ગરબા યોજાયા

Posted on Nov,01,2018

વલસાડ : વલસાડનાં બાઈ આવાબાઈ હાઈસ્કૂલનાં મેદાનમાં આયોજિત કોળીપટેલ સમાજનાં ગરબા મહોત્સવમાં શેરી ગરબામાં ઘડોઈ ગામની બહેનોએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જયારે બીજા ક્રમે અતુલ ડુંગરવાડી અને ત્રીજા ક્રમે કાંપરીની બહેનો વિજેતા બની હતી. વલસાડમાં આયોજિત આ ગરબા મહોત્સવમાં અંદાજે 6 હાજર લોકો ઉમટી પડ્યા હતા. પટેલ સમાજનાં પ્રમુખ એવા વલસાડનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ગરબા મહોત્સવમાં વનમંત્રી રમણભાઈ પાટકર, વલસાડ જિલ્લા કલેક્ટર સી. આર. ખરસાણ, ડીએસપી સુનીલજોષી સહીત અનેક અધિકારી - પદાધિકારીઓ હાજર રહ્યા હતાં. સજદા સિસ્ટર્સ ફેઈમ પાલક પંડિત અને શિવરંજની પંડિતે ખેલેયાઓને મન ભરીને નચાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજનાં ઉપપ્રમુખ અને કન્વીજર શશીકાંતભાઈ પટેલે ખૂબ જહેમત ઉઠાવી પડી હતી.