રાહતદરે નોટબુક વિતરણ કાર્યક્રમ

વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી સમાજ ના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે તે મુજબ આ વર્ષે પણ નોટબુક વિતરણ નો કાર્યક્રમ તા. 09/06/2014 થી તા. 11/06/2014 દરમ્યાન પટેલ સમાજ વાડી ખાતે થી નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું વિતરણ માટે 10000 નોટબુક મંગાવામાં આવી હતી જે તમામ નોટબુક આ ત્રણ દિવસ દરમ્યાન પૂરી થાય ગઈ હતી સમાજ ના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને મૂળ કિંમત કરતા 25 ટકા રાહત દરે આ નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી ચાલતા આ નોટબુક વિતરણ કાર્યક્રમમાં દાનવીર ડુંગરી ગામના વતની અને પ્રમુખ ઇન્ફ્રાસ્ટ્રકચર ના ડીરેક્ટર શ્રી બીપીનભાઈ અને ડુંગરી ગામના વતની અને જલારામ ડેવલોપર્સ ના ડીરેક્ટર શ્રી ગજાનનભાઈ રહ્યા હતા છેલ્લા 3 વર્ષનો આ કાર્યક્રમ તમામ ખર્ચ એમના તરફથી આપવામાં આવ્યો છે. પટેલ સમાજ મંડળ તરફથી એમનો હાર્દિક આભાર.