
કોળી પટેલ સમાજ, માનવ ઇતિહાસમાં પ્રાચીનકાળથી પોતાનું અસ્તિત્વ ધરાવતો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તે પોતાની બહોળી વસ્તી ધરાવે છે. આમ તે દક્ષિણ ગુજરાતમાં જ નહિ પરંતુ સમસ્ત ગુજરાતના ખૂણે ખૂણે અને એટલું જ નહિ, સમગ્ર દેશમાં તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વિસ્તરીને વસેલ છે. અન્ય સમાજની તુલનામાં તે શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક તેમજ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધી આત્મનિર્ભર બનતો રહ્યો છે. આમ સમાજમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, પ્રોફેસર્સ, શિક્ષકો તેમજ ટેકનિશ્યનોથી વધુને વધુ વિભુષિત બનતો જાય છે.
કોળી પટેલ સમાજ દ્વારા શક્ય પ્રવૃતિ જેમકે મેરેજબ્યુરો, સમુહ લગ્નો ગોઠવવા, યુવાવર્ગને જોડવા માટે રમતગમતની પ્રવૃત્તિઓ કરવી, મહિલા મંડળ તરફથી મહિલા વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવી, સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, કૌટુંબિક ન્યાયમંદિર ચલાવવા વિગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.