વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ દ્વારા છેલ્લા ૩ વર્ષથી સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી રહે તે માટે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. તે જ પતંપરા મુજબ આ વર્ષે પણ નોટબુક વિતરણનો કાર્યક્રમ તા. ૦૯/૦૬/૨૦૧૪ થી તા. ૧૧/૦૬/૨૦૧૪ દરમિયાન પટેલ સમાજ વાડી ખાતેથી સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.
વિતરણ માટે કુલ ૧૦,૦૦૦ નોટબુક મંગાવવામાં આવી હતી, જે તમામ નોટબુક માત્ર આ ત્રણ દિવસ દરમિયાન જ પૂર્ણ થઈ ગઈ હતી. સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બજારની મૂળ કિંમત કરતાં ૨૫ ટકા જેટલા રાહત દરે આ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા ૩ વર્ષથી સતત ચાલતા આ સેવાયજ્ઞમાં દાનવીર ડુંગરી ગામના વતની અને 'પ્રમુખ ઇન્ફ્રાસ્ટ્રકચર' ના ડિરેક્ટર શ્રી બીપીનભાઈ તેમજ જલારામ ડેવલોપર્સના ડિરેક્ટર શ્રી ગજાનનભાઈ સહયોગી રહ્યા છે. આ ત્રણેય વર્ષના કાર્યક્રમનો તમામ નાણાકીય ખર્ચ તેમના તરફથી જ ઉપાડવામાં આવ્યો છે. પટેલ સમાજ મંડળ વતી તેમનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.