Sign in to your account

Reset your account password

Enter your registered Email Address or Username below. We will scan our directory and send you an OTP verification link to reset your password safely.

લગ્નોત્સુક યુવક યુવતીઓની પરિચય પુસ્તિકા

આપણો સમાજ અન્ય સમાજની તુલનામાં શૈક્ષણિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધતો ગયો અને શહેરીકરણ થતું ગયું, તેમ તેમ સમાજ પણ ગામડામાંથી નીકળી સારું શિક્ષણ મેળવવા તેમજ નોકરી-વ્યવસાય અર્થે શહેરોમાં અને વિદેશોમાં વિસ્તરતો ગયો. જેના અનેક ફાયદાઓ થયા, પરંતુ સાથે સાથે વાલીઓની પોતાના દીકરા-દીકરીના લગ્ન અંગેની સમસ્યાઓ વધુ જટિલ બની ગઈ.

આ વિસ્તૃતીકરણને કારણે જરૂરી માહિતીનો અભાવ સર્જાયો, કારણ કે યોગ્ય સ્ત્રોત વિના કોઈ પાસે સચોટ વિગતો ઉપલબ્ધ હોતી નથી કે કયા વિસ્તારમાં સમાજના કેટલા લાયક પાત્રો છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ મંડળ દ્વારા પરિચય મેળાવડાનું આયોજન કરી એક નમ્ર અને સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.

નોંધાયેલ યુવતીઓ
૭૦ લગ્નોત્સુક પાત્રો
નોંધાયેલ યુવકો
૬૦ લગ્નોત્સુક પાત્રો

આ મેળાવડાના માધ્યમથી ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવક-યુવતીઓના ફોટોગ્રાફ્સ સહિત ફેમિલી બેકગ્રાઉન્ડની સંપૂર્ણ વિગતો સાથેની એક આકર્ષક 'પરિચય પુસ્તિકા' તૈયાર કરવામાં આવી છે. આ પરિચય પુસ્તિકા સમાજવાડીના કાર્યાલય પરથી રૂબરૂ મેળવી શકાશે. બદલાતા સમય સાથે આપણી માનસિકતા અને અભિગમ બદલીને આ અભિયાનમાં વધુ ને વધુ જોડાવા અપીલ છે.

સૌનો સાથ, સૌનો સહકાર, એ જ અભ્યર્થના!
Matrimonial Booklet Cover
પરિચય પુસ્તિકા માહિતી