શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ દ્વારા "તૃતીય" સમૂહ મેળાવડાનું આયોજન તા. 25/05/2014

તૃતીય" સમૂહ મેળાવડા Part 1

શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ દ્વારા "તૃતીય" સમૂહ મેળાવડાનું આયોજન તા. 25/05/2014 ના રોજ કરવામાં આવ્યું હતું

પાર્કિંગ તેમજ અન્ય સુવિધાની દ્રષ્ટીએ સ્થળ લીલાપોર કોસ્ટલ હાય વે ચાર રસ્તા રાખવામાં આવ્યું હતું આ સમારંભ જુદા જુદા ગામના કુલ 21 યુગલોએ હિસ્સો લીધો હતો આ 21 યુગલોની એક સાથે લગ્ન વિધિ માટે વિશાળ લગ્ન મંડપ મુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિશાળ ભોજન ખંડ નું પણ સ્થળ પર જ આયોજન કરી સગા વહાલા તેમજ મિત્રવર્તુળ માટે સરસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વિશાળ લગ્ન મંડપની વચ્ચે પાંચ બ્રાહ્મણોએ મંચ પર બેસી સમૂહ માં ગ્રહ શાંતક ની વિધિની શરૂઆત સવારે 9 વાગ્યે કરવામાં આવી હતી તે સમય નું દ્રશ્ય ખુબ જ આલ્હાદક હતું દરેક યુગલ માટે અલગ અલગ માયરા મંડપ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

દરેક માયરા ની અંદર ક્રમસર 21 યુગલો બેઠા હતા અને યુવક યુવતી ઓ ના સગા વહાલા સાથે બેસી આનંદપૂર્વક ગ્રહશાંતિ વિધિ પતાવી હતી ગ્રહ શાંતક બાદ થોડો વિરામ લઇ દરેક યુગલ તેમજ સગા વહાલાઓએ બાકીની લગ્ન વિધિ ની તૈયારી કરી હતી અને 21 કન્યાઓએ શણગાર સજીને માયરા માં ફરી પ્રસ્થાન કર્યું હતું અને પોતાના યુવરાજ ની રાહ જોઈ હતી સામેથી થોડી વાર માં લગભગ 1 કી.મી. દુર થી વરરાજાઓની સામુહિક વાર યાત્રા કાઢવામાં આવી હતી દરેક વરરાજાના મિત્રો તથા સગા વહાલાઓ ડી.જે. ના તાલે ઝૂમતા નિયત સમયે લગભગ 3 વાગ્યે લગ્ન મંડપ માં પ્રસ્થાન કર્યું હતું ત્યાં સર્વે નું મિત્રવર્તુળ દ્વારા ફટાકડા ફોડી અને કન્યાઓએ પોત પોતાના યુવરાજો ને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું એકી સાથે 21 વરરાજાઓની 21 ગાડી માં બેસીને જયારે સમીયાણા માં પ્રસ્થાન કર્યું ત્યારે એક અનેરો માહોલ સર્જાયો હતો અને એક અહલાદક દ્રશ્ય જોવા મળ્યું હતું .

સમીયાણા માં વરરાજા પધારતા બધા વરરાજા ઓને એકીસાથે કન્યાઓ સાથે બેસાડી સમૂહ માં ફોટોગ્રાફી કરી હતી અને ઉપસ્થિત મહાનુભાવો એ આર્શીવચન આપ્યા હતા અને ત્યારબાદ 21 યુગલો ને લગ્ન ગ્રંથી થી જોડવા માટેના મંત્રોચ્ચાર ફરીથી સારૂં કાર્ય હતા અને યજમાનોએ 21 યુગલોને લગ્ન ગ્રંથી થી જોડી સાતફેરા પુરા કરી નિયત સમય પ્રમાણે જાન વિદા કરી હતી સમાજ ના પ્રમુખ અને ધારાસભ્યશ્રી ભરતભાઈ અને સમાજ ના અન્ય હોદ્દેદારો પ્રત્યેક 21 માયરા-મંડપ માં વારા ફરતી જઈ પ્રત્યેક યુગલ ને આર્શીવચન આપી સગા વહાલને સંગાથે ભાવભીની વિદાય આપી હતી એ સમયે 21 યુગલો ને સામસામે ઉભા રાખીને સમૂહ લગ્ન ના આયોજન વિશે તેમનો પ્રતિભાવ પૂછવામાં આવ્યો હતો..

ઘણા યુવાન ઉત્સાહી યુગલોએ પોત પોતાનો ખુબ સારો પ્રતિભાવ રજુ કર્યો હતો અને સમાજે જે સમૂહ લગ્ન ગોઠવ્યા અને સુંદર આયોજન કર્યું તે બદલ સમાજ ના હોદ્દેદારો નો અભાર વ્યક્ત કરી આવનારા વર્ષોમાં ફરીથી સમૂહ લગ્ન થાય અને ઓછા ખર્ચે અનેક યુગલો આપણા સમાજમાં લગ્ન ગ્રંથી થી જોડાય એવી ભાવના વ્યક્ત કરી વિદાય લીધી હતી.

તૃતીય" સમૂહ મેળાવડા Part 2

તૃતીય" સમૂહ મેળાવડા Part 3

તૃતીય" સમૂહ મેળાવડા Part 4