વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા ૮૪ તારલાઓનું સન્માન અને કોળી સમાજની વેબસાઇટ લોન્ચ

વલસાડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોળી સમાજની વેબસાઇટ લોન્ચ કરાઇ વલસાડ, તા.૦૧ વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા કોળી સમાજના ધો. ૧૦ અને ૧૨ના૮૪ જેટલા તેજસ્વી તારલાઓ તથા શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન કરવા માટે વલસાડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોળી પટેલ સમાજની વેબસાઇટ લોન્ચ કરાઇ હતી.

કાર્યક્રમમાં દાતાઓ તરફથી અંદાજે રૂ. ૨.૬૦ લાખની ધનરાશિ સમાજના વિકાસ માટે દાન આપવાની જાહેરાત કરાઇ હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલ જણાવ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. બિલ્ડર અને દાનવીર બિપીનભાઇ પટેલએ, સમાજની વેબસાઇટwww.valsadkolipatel.org ને લોન્ચ કરતા જણાવ્યું હતું કે, ૨૧મી સદી ઇન્ટરનેટ યુગની છે. તેથી આ વેબસાઇટ વિશ્વભરમાં વસતા કોળી લોકોને જોડવાનું કાર્ય કરશે.

આ વેબસાઇટ તૈયાર કરનાર સમાજના રજનીભાઇ પટેલ, ધર્મેશભાઈ પટેલ અને રાજેનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોળી સમાજની વેબસાઇટમાં સમાજની ડિરેકટરી, વાડીનું બુકીંગ, રોજગારી, લગ્નોત્સુક યુવક-યુવતીઓની વિગતો, ખેડૂતો માટે કૃષિ અંગેનું માર્ગદર્શન જેવી ઉપયોગી માહિતીઓ મૂકવામાં આવી છે.

આ પ્રસંગે કામદાર નેતા અને ગુજરાત કામદાર સભાના પ્રમુખ આર.સી. પટેલએ, ખંડનાત્મક વિચારધારથી દૂર રહેલા કોળી સમાજના કાર્યકરોને અપીલ કરી હતી. કાર્યક્રમમાં ધો. ૧૦ અને ૧૨ના ૭૧ તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર ૧૩ વિદ્યાર્થીઓનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. જ્યારે આર્થિક રીતે નબળા ૨૧ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ એનાયત કરાઇ હતી.

શ્રી વલસાડ તાલુકા સમાજ પ્રગતી મૅંડલ દ્વારા આયોજીત ત્રિવેણી કાર્યક્રમ

(વર્ષ 2013 2014)

1.સમાજ ના તેજસ્વી તારલાઓનુ સન્માન
2.વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનારાઓનુ સન્માન
3.શિષ્યવૃતિ વિતરણ કાર્યક્રમ

શ્રી કે. ડી. પટેલ (ભાગડાવડા હાલ USA) નુ પ્રાસંગીક ઉધ્બોધન જેમના તરફ થી સમાજને શિક્ષણ ફંડ રૂપે 10,25,000 દશ લાખ પચ્ચીસ હજાર નુ દાન મળેલ છે .





વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ તા. 31/08/2014 ના રોજ તેજસ્વી તારલાઓ તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન તથા શિષ્યવૃત્તિ વિતરણ, કોળી પટેલ સમાજની વેબસાઇટ લોન્ચ કાર્યક્રમ ના ફોટા અને વીડિઓ online જોવા ક્લિક કરો