Enter your registered Email Address or Username below. We will scan our directory and send you an OTP verification link to reset your password safely.
વલસાડ : સમારંભમાં સમાજના ધો. 10 એ-1 અને 12 ના એ-1 અને એ- 2 સ્થાન મેળવનારા 110 વિદ્યાર્થીઓ, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર 16 પ્રતિભાઓ અને જિલ્લા અને તાલુકા પં.ના નવા ચૂંટાયેલા 12 જેટલા સદસ્યોનું અને અન્ડર- 19 વર્લ્ડ કપ ક્રિકેટમાં વલસાડ જુજવાના કોળી યુવાન અને ફાસ્ટ બોલર તરીકે હેનિલ પટેલે મેળવેલી સિદ્ધિને બિરદાવી સન્માન કરાયું હતું.
વલસાડ : વલસાડનાં બાઈ આવાબાઈ હાઈસ્કૂલનાં મેદાનમાં આયોજિત કોળીપટેલ સમાજનાનાં ગરબા મહોત્સવમાં શેરી ગરબામાં ઘડોઈ ગામની બહેનોએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જયારે બીજા ક્રમે અતુલ ડુંગરવાડી અને ત્રીજા ક્રમે કાંપરીની બહેનો વિજેતા બની હતી. વલસાડમાં આયોજિત આ ગરબા મહોત્સવમાં અંદાજે 6 હાજર લોકો ઉમટી પડ્યા હતા. પટેલ સમાજનાં પ્રમુખ એવા વલસાડનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ગરબા મહોત્સવમાં વનમંત્રી રમણભાઈ પાટકર, વલસાડ જિલ્લા કલેક્ટર સી. આર. ખરસાણ, ડીએસપી સુનીલજોષી સહીત અનેક અધિકારી - પદાધિકારીઓ હાજર રહ્યા હતાં. સજદા સિસ્ટર્સ ફેઈમ પલક પંડિત અને શિવરંજની પંડિતે ખેલેયાઓને મન ભરીને નચાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજનાં ઉપપ્રમુખ અને કન્વીજર શશીકાંતભાઈ પટેલે ખૂબ જહેમત ઉઠાવી પડી હતી.
કોળી પટેલ સમાજ દ્રારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ
- વલસાડના સમુહલગ્નમાં ગુજરાત ના CM આનંદીબેન પટેલ આપશે પાખી હાજરી - કોળી પટેલ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન વલસાડ: વલસાડ કોળી પટેલ સમાજ મંડળ દ્વારા ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરવામાં અાવ્યું છે. આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. માટે સમુહ લગ્ન સમારંભને સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે. જુદી જુદી જ્ઞાતિઓ દ્વારા દર વર્ષે સમુહ લગ્ન યોજાતા જ રહે છે, પરંતુ વલસાડમાં સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન શરૂ થયું છે. જેમાં આ વર્ષે યોજાનારા આ લગ્ન સમારંભ અખાત્રીજ નહી, પરંતુ 17 એપ્રિલને રવિવારના રોજ ધમડાચી ગામે આવેલ પ્રસિદ્ધ વૈષ્ણવ દેવી માતાના મંદિરના પટાંગણમાં યોજવાનું આયોજન હાથ ધરાયું છે.જેના માટે તાડમાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન સમારંભ સંદર્ભે માહિતી આપતાં વલસાડના ધારાસભ્ય અને કોળી પટેલ સમાજના અગ્રણી ભરતભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દર્શનાબેન પટેલ અને કોળી પટેલ સમાજના ઉપ પ્રમુખ શશીભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, ગત વર્ષે થયેલા 104 જોડાઓના લગ્ન સમારંભ બાદ આ વર્ષે પણ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે તેમનો ટાર્ગેટ 151 જોડાનો રાખવામાં આવ્યો છે. મોટા પાયે થનારા આ લગ્ન સમારંભ માટે 27 ડિસેમ્બરના રોજ 25 જેટલા સમાજોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં લગ્નની ચર્ચા કરી હતી. જેમાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે રજીસ્ટ્રેશનની આખરી તારીખ 15 માર્ચ 2016 રાખવાનું પણ નક્કી કરાયું હતુ.વલસાડ ખાતે યોજાનારા સમુહ લગ્ન સમારંભમાં આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે એવું ધારાસભ્ય ભરતભાઇ પટલે જણાવ્યું હતુ.
ખાતમુહુર્ત વિધિ કાર્યક્રમ (શ્રી મંગુભાઈ પટેલના વરદ હસ્તે ) તારીખ : 7/5/2016 - શનિવાર
20 જૂન 2015 રવિવાર, સમય : સાજે 4.00 થી 6.30, પટેલ સમાજની વાડી, તિથલ રોડ, વલસાડ
પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ( 104 નવદંપતી) મુખ્યાસહ્યોગી : શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ 21/04/2015 સ્થ્ળ : માતા વૈષ્ણોદેવી મંદિર, પીરું ફળિયા, ધમડાચી, વલસાડ -396001
તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન
શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ( ધારાસભ્યશ્રી વલસાડ ) ના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન તા. 28/10/2014 ના રોજ
માહિતી માટેની જાણકારી માટે સપ્રક કરવા વિનંતી. ફોન નંબર :- 02632-257772
વલસાડ |વલસાસાડ તાલુકા કોળી સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષિણક ક્ષેત્રે સેવા બજાવતા નિવૃત શિક્ષક સહિત સરકારી ક્ષેત્રે ફરજ બજાવતા અધિકારીઓ અને રાજય કક્ષાથી એવોર્ડ મેળવનારા શિક્ષકોનું સન્માન અને સ્વચ્છતા અભિયાન વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ 23-11-2014ને રવિવારે સવારે 9.30 કલાકે કરાશે. જેમાં ધારાસભ્ય ભરત કે. પટેલ,ઉદઘાટક.ડો.કે.સી.પટેલ,જયારે મુખ્ય મહેમાન તરીકે બીપીન બી.પટેલ,ડુંગરી, ગજાનન બી.પટેલ,ડુંગરી વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના આર પટેલ,ડો.જયંત આર પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં શૈક્ષણિક સંમેલનુ આયોજન કરાશે .જેમા સમાજનાનાં નિવૃત શિક્ષકો, સરકારી અધિકારીઓ, અને રાજય કક્ષાનો એવોર્ડ મેળનારા શિક્ષકો કે અધિકારીઓનું સનમાન વિધી કરાશે.તેમજ સમાજ શેક્ષિણક ક્ષેત્રે જાગૃતિ લાવવા વડા પ્રધાન નરેન્દ્રમોદીના સ્વચ્છ ભારત સ્વસથા અભિયનની જાગૃતિ લાવવા સ્નેહ સંમેલનનું આયોજન કરાશે.
Scholarship for DESERVING AND ECONOMICALLY BACKWARD students seeking Higher Education in Professional Courses .
સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તે હેતુથી વલસાડ કોળી પટેલ સમાજ મંડળ દ્વારા આયોજિત ભવ્ય ઈનામ વિતરણ અને સન્માન સમારોહની વિગતો.
તા. 31/08/2014 ના રોજ તેજસ્વી તારલાઓ તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન તથા શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે
Register and Find Your Dream Partner on our trusted dynamic Patel Samaj Matrimony Portal.
Register Now