વલસાડ : વલસાડનાં બાઈ આવાબાઈ હાઈસ્કૂલનાં મેદાનમાં આયોજિત કોળીપટેલ સમાજનાં ગરબા મહોત્સવમાં શેરી ગરબામાં ઘડોઈ ગામની બહેનોએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જયારે બીજા ક્રમે અતુલ ડુંગરવાડી અને ત્રીજા ક્રમે કાંપરીની બહેનો વિજેતા બની હતી. વલસાડમાં આયોજિત આ ગરબા મહોત્સવમાં અંદાજે 6 હાજર લોકો ઉમટી પડ્યા હતા. પટેલ સમાજનાં પ્રમુખ એવા વલસાડનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ગરબા મહોત્સવમાં વનમંત્રી રમણભાઈ પાટકર, વલસાડ જિલ્લા કલેક્ટર સી. આર. ખરસાણ, ડીએસપી સુનીલજોષી સહીત અનેક અધિકારી - પદાધિકારીઓ હાજર રહ્યા હતાં. સજદા સિસ્ટર્સ ફેઈમ પાલક પંડિત અને શિવરંજની પંડિતે ખેલેયાઓને મન ભરીને નચાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજનાં ઉપપ્રમુખ અને કન્વીજર શશીકાંતભાઈ પટેલે ખૂબ જહેમત ઉઠાવી પડી હતી.